Placeholder canvas

ચોટીલા: સમડી ગેંગે ધોળા દિવસે મહિલાના ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરી…

ચોટીલા શહેરમાં મંગળવારના ધમધમતા પેટ્રોલ પંમ્પ થી થાન રોડ ઉપર ન્યાય કોર્ટ નજીક ધોળા દિવસે મહિલાના ગળામાંથી બે બાઇક સવારોએ સોનાના ચેઇનની ચીલઝડપ કરી ગયા ની ઘટના બનતા શહેરમાં કડક પોલીસ પેટ્રોલીંગની માંગ ઉઠેલ છે.

બે દિવસ પહેલા જ હાઇવે ઉપર વાહાનોમાંથી બેટરી ચોરી કરતા છકડો ગેંગ ના સીસીટીવી ફૂટેજ વાયરલ થયેલ હતા તે અરસામાં ચોટીલા કોર્ટ નજીક જ એક મહિલાના ગળામાંથી સોનાના ચેઇન ની ચીલ ઝડપ કરે બે બાઇક સવારો નાસી છુટયાનો બનાવ બનેલ છે જો કે આ રોડ ઉપરના સીસીટીવી કેમેરામાં બંન્ને ચીલઝડપ બાજ કેમેરામાં કેદ થતા લોકોમાં આ સમડી અને તસ્કર ગેંગ જાંબાઝ પોલીસ પકડી પાડશે તેવી આશા છવાઇ છે.

આ સમાચારને શેર કરો