Placeholder canvas

ચોટીલા: નાની મોલડી ગામેથી રૂા.36 હજારનો દારૂ ઝડપાયો

ચોટીલા તાલુકાના નાની મોલડી ગામના એક મકાનમાં પોલીસે દરોડો પાડયો હતો. ત્યારેે મકાનમાંથી રૂા. 36,200ની કિંમતનો અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપાયો હતો. તે મુદ્દામાલ કબજે કરી પોલીસે એક શખ્સ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવા પ્રકારની છેકે, ચોટીલા પોલીસને બાતમીના આધારે નાની મોલડી ગામે સોમકુભાઈ ગભરૂભાઈ ખાચરના મકાનમાં દરોડો પાડયો હતો. તે દરમિયાન મકાનમાં છૂપાવેલો રૂા.33,500ની કિંમતના અંગ્રેજી દારૂનાં 335 ચપલા અને રૂા.2700ની કિંમતની અંગ્રેજી દારૂની 9 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે કુલ.રૂા.36,200નો મુદામાલ કબજે કરીને દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલા સોમકુભાઈ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો