Placeholder canvas

ચોટીલા: રાજપરાની સીમમાં દીપડો કુવામાં ખાબકયો

ગ્રામજનોને જાણ થતા તત્કાલિન વન વિભાગનાં અધિકારીઓને જાણ કરતા દિપડાને રેસ્કયુ કરી બચાવી લેવાયો

સુરેન્દ્રનગર: ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી જનાવરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે ખાસ કરી ચોટીલાના વિડ વિસ્તારોમાં જંગલી જનાવરોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે દિપડા થી લઈને અન્ય હિંસક જંગલી જનાવરો પણ ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોના ગામડાઓમાં વસવાટ કરી રહ્યા છે.ે પહાડી અને જંગલ જેવો પ્રદેશ હોવાના કારણે ત્યાં તેમને વાતાવરણ અનુકૂળ આવતું હોવાના કારણે આ વિસ્તારોમાં જંગલી જનાવરો ની અવરજવર વધુ રહેતી હોય છે.

ચોટીલાના રાજપરા રેશમિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી જનાવર ની અવરજવર રહેતી હોવાના કારણે સ્થાનિક લોકોમાં અવારનવાર આવા જંગલી જનાવરો દેખા દેતા હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના રાજપરા ગામની સીમમાં વધુ એક દીપડાએ દેખા દીધી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના રાજપરા ગામની સીમમાં આવેલી વિહાભાઇની વાડીમાં દીપડો લટાર મારી રહ્યો હતો તે સમયે વહેલી સવારનું અંધારું હોવાના કારણે અનેક ખોરાકની શોધમાં ફરતા દીપડાને કુવો ન દેખાતા આ દીપડો કૂવામાં ખાબક્યા પામ્યો હતો.

આ બાબતની જાણ વાડીના માલિક વિહાભાઇ ને થતા તાત્કાલિક વિહાભાઇ વાડીએ ગયા હતા અને તાત્કાલિક ધોરણ એ વન વિભાગનો સંપર્ક સાધ્યો હતો. ચોટીલા વનવિભાગ ના અધિકારીઓ તાત્કાલિક ધોરણે રાજપરા ગામની સીમમાં આવેલા વિહાભાઇની વાડીએ પહોંચી ગયા હતા અને દીપડાનો રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આ દીપડો કૂવામાં પડયો હોવાના કારણે બહાર કાઢવામાં ભારે મુશ્કેલીનો સામનો વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને કરવો પડ્યો હતો પરતુ ભારે જહેમત બાદ દીપડો કૂવામાં થી જ પાંજરે પુરી અને બહાર કાઢવામાં આવ્યો હતો.આ બાબતે વનવિભાગના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વહેલી સવાર ના અંધારામાં દીપડાને કુવો ન દેખાતા અને ખોરાકની શોધમાં નીકળેલા દીપડો કૂવામાં ખાબક્યો હોવા નું અનુમાન કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલમાં આ દીપડાને સલામત સ્થળે વનવિભાગ દ્વારા મૂકવામાં આવ્યો છે ત્યારે દીપડો પાંજરામાં પુરાયા બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે.

આ સમાચારને શેર કરો