માહિતી આપવામાં વિલંબ કરનાર ચોટીલા ચીફ ઓફિસરને રૂા.10 હજારનો દંડ

ચોટીલા નગરપાલિકા ચીફ ઓફિસર નિકુંજ વોરા ને રૂ. 10,000/- નો દંડ ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો છે. ચોટીલા નગરપાલિકાના ચીફ ઓફિસર અને જાહેર માહિતી અધિકારી પાસે ચોટીલા નગરપાલિકા દ્વારા 01-03-2016 થી 21-06-2016 સુધીમાં આપવામાં આવેલ બાંધકામની મંજૂરીના હુકમ તેમજ નકશાની માહિતી અને ચોટીલા નગરપાલિકા દ્વારા આ સંદર્ભમાં વસુલવામાં આવેલ ફી ની પહોંચ સહિત તમામ રેકર્ડની માહિતી તેમજ નગર પાલિકા દ્વારા કરવામાં આવેલ વિકાસ કામોમાં ઓવર એસ્ટીમેન્ટ વગેરેની માહિતી મનીષાબેન શૈલેષભાઇ મકવાણા દ્વારા તા. 28-12-2020 ના રોજ માંગવામાં આવી હતી.

આ માહિતી ચોટીલા નગરપાલિકાના જાહેર માહિતી અધિકારી દ્વારા આપવામાં વિલંબ કરતા અરજદારે ગુજરાત જાહેર માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી જેની અવાર નવાર સુનાવણીના અંતે કસૂરવાર ઠરેલ ચોટીલા નગરપાલિકાના જાહેર માહિતી અધિકારી તેમજ ચીફ ઓફિસર નિકુંજ વોરાને ફરજમાં બેદરકારી બદલ રૂ.10,000/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GQNsDXmyva256Dg0yojSpx

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો