Placeholder canvas

ચોટીલા- જસદણ રોડ ઉપર છોટાહાથી ટેમ્પો પલ્ટી જતા 15ને ઈજા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા જસદણ હાઇવે ઉપર છોટાહાથી ટેમ્પો દૂધ ભરેલા વાહને પલટી મારતા જેમાં 15 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા ત્યારે ટેમ્પો એ અચાનક પલટી મારતા 15 જેટલા વ્યક્તિઓને ઈજા પામી છે જેમાંના સાત વ્યક્તિઓને હતી ગંભીર ઇજાઓ પામવાના કારણે તાત્કાલિક અસરે ચોટીલા ખાતે સારવાર આપી અને રાજકોટ સારવાર માટે ખસેડ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે.

મળેલી માહિતી મુજબ અનુસાર ચોટીલા જસદણ રોડ ઉપર દૂધ અને સાથે મુસાફરો બેસાડી અને સોઢા હતી ટેમ્પો રોડ રસ્તા ઉપર પસાર થઈ રહ્યો હતો ત્યારે ડાઈવરે સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવતા પલટી મારી જવાની ઘટના સામે આવી હતી. ત્યારે આજુબાજુમાં પસાર થતા વાહન ચાલકો એક બાજુ પોતાના વાહન ઊભા કરી અને ઇજાગસ્તોને તાત્કાલિક અસરે સારવાર માટે ખસેડ્યા હતા.

ત્યારે આ પલ્ટી મારવાની ઘટનામાં 15 વ્યક્તિઓને ઈજા થવા પામી છે ત્યારે તેમના સાત વ્યક્તિઓ હતી ઘાયલ થતા તેમને ચોટીલા ખાતે સારવાર અપાવી અને રાજકોટ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે ત્યારે ચોટીલા પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો