ગોંડલ માર્કેટ યાર્ડમાં ઘૂસ્યું પ્રતિબંધિત ચાઈનીઝ લસણ..!!
ગોંડલનાં અગ્રીમ ગણાતા માર્કેટ યાર્ડમાં કોઈ ખેડૂત દ્વારા દેશમાં પ્રતિબંધિત ચાઈનાનાં લસણનાં ૩૦ જેટલા કટ્ટા ઘુસાડવામાં આવ્યા હતા. વેપારીઓએ યાર્ડનાં ચેરમેનનું ધ્યાન દોરતા તેમણે ચાઈનાનાં લસણ અંગે રાજ્ય સરકારનું માર્ગદર્શન માંગી લસણ કોણે મોકલ્યુ તે અંગે તપાસ હાથ ધરી છે.
ખેડૂતોનું આસ્થાનું કેન્દ્ર ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ બે હજાર કટ્ટા લસણની આવક થવા પામી હતી. યાર્ડમાં આવક થયેલ લસણ છાપરા નંબર – 10માં લસણ ઉતારવામાં આવ્યું હતું. તે દરમિયાન યાર્ડના વેપારીઓને ચાઈના લસણના આશરે 30 જેટલા કટ્ટા ધ્યાને ચડયા હતા. જેથી સૌ પ્રથમ યાર્ડના કર્મચારીઓને જાણ કરી હતી. ત્યારબાદ કર્મચારીઓએ યાર્ડના સતાધીશોને જાણ કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
ચાઈના લસણ ભારતમાં આવવાથી ખેડૂતોને ઘણું નુકસાન છે. અંદાજે વર્ષ 2006થી ભારતની અંદર આ લસણ પ્રતિબંધિત છે.