રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસની આંખમાં મરચું છાંટી દુષ્કર્મનો આરોપી થઈ ગયો ફરાર…
મુળ મોરબીના વતની અને કેશોદના દુષ્કર્મ કેસમાં જુનાગઢ જેલમાં રહેલા કાચા કામના કેદીએ ખીલી ખાઈ લેતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલના પ્રીઝનલ વોર્ડમાં દાખલ કરાયો હતો જ્યાં પોલીસ જાપતામાં રહેલા જવાનોની આંખમાં મરચાની ભૂકી છાંટી કાચા કામનો કેદી નાસી છૂટતા ચકચાર મચી જવા પામી હતી. અને રાજકોટ પોલીસે હોસ્પિટલમાંથી નાસી છુટેલા કાચા કામના આરોપીને ઝડપી લેવા જિલ્લાભરમાં નાકાબંધી કરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ જુનાગઢ જેલમાં રખાયેલા સાગર નવઘણભાઈ મુંધવા (ઉ.વ.30) નામના કેદીએ જેલમાં ખીલી ખાઈ લેતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઈ વરૂૂ, કેતનભાઈ નિકોલા અને તૌફિકભાઈ જુણાચે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. દરમિયાન આ કાચા કામનો કેદી આજે સાંજે જાપ્તામાં રહેલા પોલીસ કર્મચારીની આંખમાં મરચાની ભૂકી છાંટી ભાગી જતાં દોડધામ મચી ગઇ છે.
પ્રાથમિક પૂછપરછમાં મુળ મોરબીના વતની સાગર વિરૂૂધ્ધ કેશોદમાં દૂષ્કર્મનો ગુનો નોંધાયો છે અને તે કાચા કામનો કેદી છે. અગિયાર માસથી જુનાગઢ જેલમાં છે. ત્યાં પાંચેક દિવસ પહેલા ખીલી ખાઈ લેતાં સારવાર અપાઈ હતી. વધુ સારવારની જરૂૂર હોઈ રાજકોટ ખસેડાયો હતો. તે સિવિલ હોસ્પિટલના પ્રીઝનર વોર્ડમાંથી તે ભાગી જતાં તેને શોધી કાઢવા પ્ર. નગર પોલીસ, ડીસીબી, એલસીબીની ટીમોએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે.

