Placeholder canvas

વાંકાનેર:પીપરડી પ્રાથમિક શાળામા “બાળસંસદ”માં ચૂંટણીનું આયોજન કરાયું.

વાંકાનેર તાલુકાના પીપરડી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા લોકશાહીના મહાપર્વ એવી ચૂંટણી મૂલ્યોનો બાળકમાં જાગૃતિ આવે તે અર્થે બાળ સાંસદ માટેની ચૂંટણી તા 10/7/2023 ના રોજ યોજવામાં આવી હતી જેમાં શાળાના બાલવાટિકા થી માંડીને ધોરણ 8 સુધી ના બાળકોએ જ સમગ્ર પ્રક્રિયા હાથ ધરી હતી જેમકે પ્રીસાઈડીગ ઓફીસર માંડીને ચૂંટણી એજન્ટ, પોલીસ, ઉમેદવાર, મતદાતા તરીકે સક્રિય ભાગ લીધો હતો.

આ સમગ્ર ચૂંટણી શાળાના આચાર્ય ઝાલા ગિરિરાજસિંહના માર્ગદર્શન હેઠળ તથા શાળા ના સામાજિક વિજ્ઞાનના શિક્ષક સોલંકી આશાબેનના નેતૃત્વમાં શાળાના અન્ય શિક્ષકો મનીષભાઈ. નરેશભાઈ. કોમલબેન. નીલાબેનના સાથ સહકારથી યોજવામાં આવી હતી. આ તકે શાળાના ભૂતપૂર્વ એસ.એમ.સી.અધ્યક્ષ આરીફ ચૌધરી હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો