વાંકાનેર

નવા કોઠારીયા પ્રાથમિક શાળાના બાળકો જોયફૂલ ટયુઝડે અંતર્ગત જવાહર નવોદય વિદ્યાલયની મુલાકાતે

વાંકાનેર: ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં કેન્દ્ર સરકાર સંચાલિત એક જવાહર નવોદય વિદ્યાલય હોય છે. મોરબી જિલ્લાની નવોદય વિદ્યાલય કોઠારીયા(જડેશ્વર)ખાતે આવેલ છે. જોયફુલ ટયુઝડે ભાર વગરનું ભણતર અંતર્ગત બેગલેસ ડે ની ઊજવણી ના ભાગ રૂપે નવા કોઠારીયા પ્રાથમિક શાળાના બાળકોએ જવાહર નવોદય વિદ્યાલયની મુલાકાત લીધી.

જવાહર નવોદય વિદ્યાલયના આચાર્ય બોરોલે સર અને સ્ટાફ દ્વારા ખૂબ સરસ રીતે નવોદયની માહીતી આપી તથા બાળકોની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક નરેન્દ્રભાઈ કુબાવત, હિરેનભાઈ ઠાકર, પટેલ ધર્મેશભાઈ, હેતલબેન મકવાણા તથા અનિમેષ ભાઈ દુબરિયા એ જહેમત ઉઠાવી હતી અને બાળકોની જીજ્ઞાશાવૃત્તિને સંતોષી હતી. અંતમાં શાળા પરિવાર દ્વારા બાળકો ને નાસ્તો કરાવાયો હતો.

આ સમાચારને શેર કરો