Placeholder canvas

મોરબી વાંકાનેર હાઈવે પરની સિરામિક ફેક્ટરીમાં ચાઈલ્ડલાઈન ટીમના દરોડા…

સિરામિક ફેકટરીમાં ચેકિંગ માટે ટીમ આવી તો પકડી રાખી બાળશ્રમિકો ભગાડી દીધા…

વાંકાનેર: મોરબીથી વાંકાનેર હાઇવે પર ફેલાયેલા સિરામિક ઉદ્યોગમાં દેશના વિવિધ રાજ્યોના શ્રમિકોને રોજગારી મળી રહે છે જોકે સિરામિક ફેકટરીમાં બાળ મજુરીનું દુષણ પણ જોવા મળતું હોય છે જેના પગલે આજે વિવિધ ટીમોએ સિરામિક ફેક્ટરીમાં દરોડો કર્યો હતો ત્યારે ટીમોને રોકી રાખી બાળ શ્રમિકો ભગાડી દઈને ફેક્ટરી સંચાલકોએ ચોરી પે સીનાજોરી કરી હોય તેવો ઘાટ સર્જાયો હતો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર હાઈવે પર રાણેકપર નજીક આવેલ ડ્યુરેઝા સિરામિક ફેક્ટરીમાં આજે અમદાવાદ અને મોરબીથી ચાઈલ્ડ લાઈન ટીમોએ દરોડા કરીને બાળ મજુરી અંગે ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે કારખાનામાં નિયમો વિરુદ્ધ બાળ શ્રમિકો રાખનાર ફેક્ટરી સંચાલકોએ ચોરી પે સીનાજોરી કરી હતી અને ચાઈલ્ડલાઈન ટીમોને રોકી રાખી હતી દરમિયાન કારખાનામાં રહેલ ૧૨ જેટલા બાળ શ્રમિકોને ભગાડવાની પેરવી કરી હતી અને મોટાભાગના બાળ શ્રમિકો નાસી ગયા હતા બે જેટલા બાળ શ્રમિકો સાથે ટીમ હાલ વાંકાનેર સીટી પોલીસ મથકે પહોંચી છે જ્યાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો