Placeholder canvas

વાંકાનેર: ઢુવા ઓવરબ્રિજ નજીક બાઈક સ્લીપ થતા બાળકીનું મોત

રીપોર્ટર શાહરુખ ચૌહાણ વાંકાનેર
વાંકાનેર તાલુકાના ઢુવા ઓવરબ્રિજ નજીક એક બાઈક સ્લીપ થતા બાઈકમાં સવાર ૬ વર્ષની બાળકીનું મોત થતા પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના રફાળેશ્વર ગામના રહેવાસી કરશનભાઈ ગોરધનભાઈ દૂધરેજીયાએ પોલીસ ફરિયાદ નોધાવી છે કે તેનો દીકરો ચંદુ અને તેના પત્ની રેણુંકાબેન ૬ વર્ષની દીકરી રિદ્ધિને લઈને બાઈક જીજે ૩૬ એએ ૭૨૯૬ લઈને સાળાના ઘરે થાન ખાતે ખરીદી કરવા જતા હોય ત્યારે ઢુવા ચોકડી ઓવરબ્રિજ પૂરો થાય તે જગ્યાએ બાઈક સ્લીપ થયું હતું

આ અકસ્માતમાં બાઈકસવાર ચંદુભાઈ અને તેની પત્ની રેણુકાબેનને ઈજા પહોંચી હતી તો ૬ વર્ષની બાળકી રિદ્ધિને ગંભીર ઈજા થતા મોત થયું છે. જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો