skip to content

વાંકાનેર: ચંદ્રપુર સહકારી મંડળીની ચૂંટણીમાં જલાબાવાની ‘કાતરે’ વિરોધી પેનલને વેતરી નાંખી…

વાંકાનેર : ગઈકાલે એટલે કે તારીખ 15મી જુનને શનિવારના રોજ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં આવેલી શ્રી ચંદ્રપુર સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી યોજવામાં આવી હતી આ મંડળીમાં ચંદ્રપુર અને લિંબાળા ગામના સભાસદ ખેડૂત ખાતેદારોએ મંડળીના પ્રતિનિધિઓને ચૂંટે છે.
ચંદ્રપુર સહકારી મંડળીમાં જલાભાઈ શેરસીયા (ઉર્ફે જલાબાવા)ની પેનલ અને તેમની સામે ગનીભાઈ અજમેરી, યાકુભાઈ સંજર, મહેબુબભાઈ ખોરજીયા વિગેરે આગેવાનોની સંયુક્ત પેનલ ચૂંટણી લડી રહી હતી. શનિવારે સવારથી શરૂ થયેલું મતદાન પૂર્ણ થયા બાદ મતની ગણતરી કરવામાં આવી હતી જે મોડી રાત્રી સુધી ચાલી હતી. પ્રથમ થયેલ 4 અનામત બેઠકોની ગણતરીમાં અજમેરી અને સાથીઓની પેનલનો ભારે રકાશ થયો હતો, જલાભાઈની પેનલના અનામત બેઠકના તમામ ઉમેદવારો ચૂંટણી જીતી ગયા હતા. ત્યારબાદ બાકી રહેલી જનરલ બેઠકની મતગણતરીમાં ખૂબ મોડું થયું હતું અંતે આ તમામ બેઠકોના પરિણામમાં અજમેરી અને સાથીઓની પેનલને વધુ એક જોરદાર ફટકો પડ્યો હતો અને તેમના તમામ સભ્યો ચૂંટણી હારી ગયા હતા…!!! અજમેરી અને તેમના સાથીઓની પેનલનો એક પણ સભ્ય ચૂંટાયો ન હતો આમ ચંદ્રપુર સહકારી મંડળીના સભાસદો એ અજમેરી અને તેમના સાથીઓની પેનલના સ્પષ્ટ જાકારો આપ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગનીભાઈ અજમેરી ફરી એકવાર પોતે ખુદ પણ તેમના પ્રતિસ્પર્ધી સામે 40 મતથી ચૂંટણી હારી ગયા છે. તેઓ સહકારી મંડળીમાં સતત આ બીજી વખત ચૂંટણી હાર્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે છેલ્લા બે સભ્ય માટે ત્રણ ઉમેદવારોને સરખા મત થયા હતા જેમાં બે ઉમેદવાર જલાભાઇની પેનલના અને એક ઉમેદવાર અજમેરી અને સાથીની પેનલના હતા. જેમાં ચિઠ્ઠી નાખતા જલાભાઈની પેનલના બન્ને ઉમેદવારનું નામ આવતા તેમાં પણ જલાભાઈની પેનલના ઉમેદવાર વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અહીં અજમેરી અને સાથીની પેનલના ઉમેદવારને નસીબે સાથ આપ્યો ન હતો
ચંદ્રપુર ગામના રાજકારણમાં જલાબાવા કિંગ સાબિત થયા છે. જ્યારે વિરોધ પક્ષના આગેવાનોને હાર સહન કરવાનો વખત આવ્યો છે.

જલાભાઈનું કહેવું છે.

આ અમારી સહકારી મંડળીની ચૂંટણી ગ્રામ્ય કક્ષાએ નહીં પણ તાલુકા કક્ષાએ લડાતી હતી, વિરોધી પેનલ માટે વાંકાનેર કોંગ્રેસના મોટા ગજાના અને તાલુકા કક્ષાના આગેવાનોએ ભારે રસ લીધો હતો. સભાસદોને વ્યક્તિગત ફોન કર્યા હતા રૂબરૂ મળ્યા હતા અને અમારી પેનલને હરાવવા માટે કોઈ કચાસ છોડી ન હતી છતાં પણ અમારી મંડળીના સભાસદો એ અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમારી પેનલના તમામ ઉમેદવારોને વિજય બનાવીને આ આગેવાનોને જડબાતોડ જવાબ આપ્યો છે.
કપ્તાન ન્યૂઝે ગનીભાઈ અજમેરીનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો પરંતુ તેમનો વ્યવસાય મીઠાઈ અને ફરસાણ હોય અને આવતીકાલે ઈદ હોવાથી ત્યાં ખૂબ ગ્રાહકો હોવાના કારણે તેમની સાથે વાત થઈ શકી નોહતી.
ચૂંટાયેલા સભ્યોની યાદી :-
1) જલાલ અલીભાઈ શેરસીયા (શેઠ) (240 મતો)
2) અબ્દુલ આહમદ વકાલીયા (234 મત)
3) માહમદ ફતે હાજી પીંડાર (233 મત)
4) રસુલ નુરમામદ બાવરા (233 મત)
5) જલાલ અલીભાઈ શેરસીયા (હીરો) (232 મત)
6) હુશેન મામદ શેરસીયા (શેઠ) (232 મત)
7) ઈબ્રાહીમ અલીભાઈ શેરસીયા (231 મત)
8) પરવેજ જલાલ કડીવાર (230 મત)
9) અલીભાઈ નુરમામદ ચારોલીયા (230મત)
10) અબુજી ઉસમાન ચારોલીયા (228મત)
11) ઈસ્માલ મામદ વલી ચારોલીયા (227 મત)
12) ઉસ્માન હશેન આંબલીયા (225 મત)
13) ગોવિંદ માનસીંગ સીતાપરા (225 મત)
14) ઉસમાન અલાવદી શેરસીયા (217 મત)
15) ભગવાન વિહા ગમારા (211 મત)
16) વલીમામદ અલીભાઈ કડી. (કોરીપાહ) (211 મત)
મહિલા અનામત વિભાગ (બે બેઠક)
1) રઝીયાબેન આહમદભાઈ પીંડાર (243 મત)
2) રીમીબેન જલાલ પીંડાર (239 મત)
અનુસુચિત જાતિ-જનજાતિ વિભાગ :-
1) શાંતિલાલ રાજા સોલંકી (242મત)
નાના અને સિમાન્ત ખેડુત વિભાગ :-
1) રસુલ ફતે શેરસીયા (પટેલ) (242 મત)
આ સમાચારને શેર કરો