વાંકાનેર: ચંદ્રપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો મેદાનમાં રહ્યા…
વાંકાનેર: ચંદ્રપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં હવે માત્ર ત્રણ ઉમેદવારો જ મેદાનમાં રહ્યા છે, કોંગ્રેસ ભાજપ અને એક અપક્ષ આમ કુલ ત્રણ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
ચંદ્રપુર તાલુકા પંચાયતની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાની મુદ્દત પૂરી થઈ જતા ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.હવે ચંદ્રપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ચંદ્રપુર ગામના 1 અને ભાટિયા સોસાયટીના 2 ઉમેદવારો મેદાનમાં છે. આ પૂર્વેની ચૂંટણીમાં આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા હતા.
ઉમેદવારના પક્ષ અને નિશાન સાથેની યાદી…
(1) ભાજપ (નિશાન કમળ)
ગીતાબેન મોહનભાઈ ગામોટ
ભાટિયા સોસાયટી
(2) કોંગ્રેસ (નિશાન હાથ)
સુજાના યાકુબભાઈ શેરસીયા
ચંદ્રપુર
(3) અપક્ષ (નિશાન ઈસ્ત્રી)
સજુબા અલ્પેશભાઈ ગોહીલ
ભાટિયા સોસાયટી

