Placeholder canvas

વાંકાનેર: પ્રજાસત્તાક પર્વમાં ચંદ્રપુર પ્રાથમિક શાળામાં મંડળી દ્રારા બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું…

વાંકાનેર: 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક પ્રબોધ ના કાર્યક્રમમાં ચંદ્રપુર સેવા સહકારી મંડળી તથા ચંદ્રપુર મહિલા દૂધ ઉત્પાદક મંડળી દ્વારા સંયુક્ત રીતે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગામની ચંદ્રપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 332 જેટલા બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું,

આ કીટમાં બાળકોને બુક, પેન, પેન્સિલ સહિતની શૈક્ષણિક સ્ટેશનરી કીટ બંને મંડળીના માર્ગદર્શક અને ચંદ્રપુર ગામના સામાજિક/રાજકીય આગેવાન જલાલભાઈ શેરસીયાના હસ્તે આપવામાં આવી હતી. બાળકોને કીટ મળતા ખુશખુશાલ દેખાતા હતા અને જલાલભાઈ શેરસિયા દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરવા માટેની કરવામાં આવેલી આ કામગીરી ગામ લોકોએ બિરદાવી હતી

આ સમાચારને શેર કરો