વાંકાનેર

ચૂંટણી પૂર્વે દારૂના ગુનામાં સંડોવાયેલા ચંદ્રપુરના શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઇસમો વિરુદ્ધ કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ પાસાના શસ્ત્રનો ઉપયોગ કરી અલગ-અલગ જેલ ભેગા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહી અંતર્ગત વાંકાનેરના ચંદ્રપુર વિસ્તારમાં રહેતા મહમદ ફીરદોશ મુનાફભાઈ જુણેજા વિરુદ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. દારૂના ગુનાઓમાં સંડોવાયેલા આ ઇસમને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવતા, મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે તેને ઝડપી પાડ્યો હતો. આ આરોપીને જુનાગઢ જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો