વાંકાનેર : દારૂના ગુનામાં સંડોવાયેલ ચંદ્રપુરનો શખ્સ પાસામાં જેલહવાલે…
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અને અગાઉ ઇંગ્લીશ દારૂના ગુનાઓમાં પકડાયેલ ઇમરાનભાઇ ઉર્ફે ભુરો ઇબ્રાહીમભાઇ પઠાણ ઉવ.૪૧,રહે. ચંદ્રપુર, ગેલેક્સી સોસાયટી તા.વાંકાનેર વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી.ને મોકલતા તેઓએ મંજૂરી આપતા તેની અટકાયત કરી મધ્યસ્થ જેલ,વડોદરા ખાતે મોકલી આપેલ છે. તેમ વાંકાનેર તાલુકા પોલીસની યાદીમાં જણાવાયું છે.
