વઘાસિયા ટોલનાકા નજીક ફેકટરીમાં લાગેલી આગ પર ફાયર ફાઈટરોએ આખી રાત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી.
વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક જીઆઈડીસીમાં સિરામિક ફેકટરીમાં ગત રાત્રીના વિકરાળ આગ લાગી હતી. ફાયરની 4 ટીમોએ રાતભર પાણીનો મારો ચલાવી 7 કલાકે આગ ઓલવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા નજીક જીઆઇડીસીમા આવેલ એક્યુટોપ સિરામિક ફેકટરીમાં ગત રાત્રીના આગ લાગી હતી. આગની ઘટના અંગે વાંકાનેર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો દોડી ગયા હતા. જો કે આગ વિકરાળ હોય મોરબી અને રાજકોટના ફાયર બ્રિગેડની મદદ માંગવામાં આવી હતી.
ગત રાત્રે 10:45 વાગ્યે ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો. ત્યાં ગોડાઉન હતું. મોરબી, વાંકાનેર અને રાજકોટની 2 ટિમ મળી કુલ 4 ટીમોએ સતત પાણીનો મારો ચલાવી સવારે 6 વાગ્યા સુધીમાં આગ ઓલવી નાખી છે. આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી.

