Placeholder canvas

વાંકાનેર તાલુકાના પંચાસીયા,દેરાળા અને કોઠારીયા ગામે પ્રજાસ્તાક પર્વની ઉજવણી

પંચાસીયા:- વાંકાનેર તાલુકાના વિવિધ ગામોમાં આજે ઉજવણી કરવામાં આવી હતી. વાંકાનેર તાલુકા પંચાયત સ્કૂલમાં પ્રશ્ન પ્રમુખ હુસેનભાઇ દ્વારા ધ્વજવંદન કરવામાં કરવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થી દ્વારા રજૂ કર્યા હતા.

દેરાળા :- વાંકાનેર તાલુકાના દેરાળા ગામે 26 જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનું સન્માન કરીને ગામના સભ્યો દ્વારા પ્રતોસાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યા હતા વિધાર્થીઓ દ્રારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમને ગામલોકોએ વધાવી લીધી હતી.

કોઠારીયા :- આજ રીતે વાંકાનેર કોઠારીયા ગામે પણ ધ્વજવંદન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ સભ્યો અને ગ્રામજનોએ હાજરી આપી હતી અને વિદ્યાર્થીઓએ રજુ કરેલી કૃતિઓને બિરદાવી હતી.

આ સમાચારને શેર કરો