વાંકાનેર: ગર્લ્સ હાઈસ્કૂલમાં ધારાસભ્ય સોમાણીની અધ્યક્ષતામાં વીર બાળ દિવસની ઉજવણી…
વાંકાનેર: આજે વાંકાનેર શહેર ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ બાળ દિવસની ઉજવણીમાં વકૃત્વસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને સ્પર્ધામાં ભાગલેનાર બાળાઓને ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રથમ ક્રમે આવનાર બાળાને રૂપિયા 2100, બીજા ક્રમે આવનાર બાળાને રૂપિયા 1500, ત્રીજા ક્રમે આવનાર બાળાને રૂપિયા 1100, તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળાઓને રૂપિયા 501, આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. ગર્લ્સ હાઈસ્કૂલની જરૂરીયાત મંદ વિધાર્થીનીઓને 60 જોડી સ્કુલ યુનિફોર્મ ડ્રેસ, આપવામાં આવેલ હતાં, આ સાથે શાળાઓની 600 કરતાં વધારે બાળાઓને ગરમાગરમ લીલવા કચોરીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં વાંકાનેર શહેર અને તાલુકાનાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી…



