તીથવા તાલુકા શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ-૨૦૨૨ની ઉજવણી કરાય

વાંકાનેરઃ તાલુકાની તીથવા તાલુકા શાળા ખાતે શ્રી તીથવા તાલુકા શાળા,પરવેજનગર પ્રા.શાળા, લાલશા પ્રા.શાળા અને તીથવાનવી પ્રા.શાળાનો સયુંકત કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ-૨૦૨૨ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ 1ના પ્રવેશપાત્ર બાળકોને શાળા સ્ટાફ તરફથી શૈક્ષણિક કિટ,સ્કૂલબેગ આપીને આવકારવામાં આવ્યા હતા.વેલકમ વિન્ડો દ્વારા બાળકોને શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે શાળાના ધોરણ ૧ થી 8 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાથીઓનું પ્રમાણપત્ર અને સીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.તીથવા તાલુકા શાળાની વિજ્ઞાનની કૃતિ જિલ્લા કક્ષા સુધી અને તીથવા હાઇસ્કુલની કૃતિ નેશનલ લેવલે પહોચાડનાર વિદ્યાર્થી અને માર્ગદર્શક શિક્ષકોનું સન્માન આ તકે કરવામાં આવ્યું હતું.

શાળાના બાળકોને પ્રવેશ આપવા માટે તાલુકા વિકાસ અધિકારી આર.કે.પટેલ, મુખ્ય મહેમાન તરીકે તથા સી.આર.સી.કો.ઓ. ખાડેખા મેરૂભાઈ તથા હસમુખભાઈ ઉપસ્થિત રહ્યા હતા.અતિથિ વિશેષ તરીકે ગામના સરપંચ ઈસ્માઈલભાઈ પરાસરા,વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય રહીમભાઈ ખોરજીયા, તાલુકા પંચાયતના માજી સદસ્ય બક્ષીભાઈ,તથા ગ્રામજનો અને વાલીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.આ પ્રોગ્રામને સફળ બનાવવામાં તાલુકા શાળાના આચાર્યશ્રી માથકીયાભાઈ તથા તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/8E3k5K5WX36GM3d0SSxQrO

ઉપરની લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો