ચોટીલામાં દુકાનો તોડનાર CCTVના ફુટેજ આવ્યા સામે: તપાસ શરૂ…

ચોટીલા: બે દિવસ પહેલા ચોટીલાની મુખ્ય ખાંડી પ્લોટ વિસ્તારમાં બે દુકાનની ચોરીની ઘટનાનાં સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી મુજબ રવિવારે ચોટીલામાં ત્રણ સ્થળે શટર તોડીને ચોરીના બનાવ બનેલ કડકડતી ઠંડીમાં તસ્કરોની રંઝાડ થતા વેપારીઓમાં રોષ છવાયેલ છે.

ખાંડી પ્લોટમાં કાપડની દુકાન તોડતા બે શખ્સો કેમેરામાં કેદ થતા તેના ફૂટેજ પોલીસે મેળવેલ છે. વહેલી સવારે ૬ વાગ્યે નંબર પ્લેટ વગરનાં બાઇક ઉપર બે શખ્સો આવે છે બંન્ને એ જાકીટ, ટોપી અને મોઢે બાંધેલ છે, એક ધ્યાન રાખે છે બીજો શટરનાં એક તરફના કાન તોડે છે પછી બીજો બીજી તરફનાં કાન તોડે છે. શટર ઊચું કરી દુકાનમાં જાય છે જે કંઇ હાથ લાગ્યું તે લઇ ને શટર પાડી બાઇક ઉપર નિકળી જાય છે.

તસ્કરોનો હિમ્મત જોતા જાણે પોલીસને પડકાર હોય તેમ સવારનાં ૫.૫૯ એ આવે છે અને ૬.૦૭ નાં નિકળી જાય છે. એક દુકાન તોડી ચોરી કરવામાં આઠ મિનીટનો સમય લે છે. ચોટીલામાં બે દિવસમાં પાચ સ્થળે ચોરીના બનાવ બન્યા બાદ પોલીસ સજાગ બની ગયેલ છે. રાત્રીનાં કડક પેટ્રોલીંગ હાથ ધરેલ છે. તેમજ સીસીટીવી ને આધારે તેમા જોવા મળતા શખ્સો અંગે બાતમીદારો ને કામે લગાડી ભાળ મેળવવા પ્રયાસ આદર્યા છે.

આ સમાચારને શેર કરો