CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડને દર મહિને રૂ.500 શિષ્યવૃત્તિ આપશે.:23 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન તેના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે ઘણી શિષ્યવૃત્તિ આપે છે. જેમાંથી CBSEની સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ પણ છે. વાલીઓ સિંગલ ગર્લ ચાઇલ્ડ સ્કોલરશિપ 2024 માટે સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર 23 ડિસેમ્બર 2024 સુધી અરજી કરી શકો છો.

આ સીબીએસઈ શિષ્યવૃત્તિ માટે માત્ર છોકરી વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે. આ શિષ્યવૃત્તિ હેઠળ વિદ્યાર્થિનીને દર મહિને રૂ.500 આપવામાં આવશે એટલે કે વર્ષે રૂ.6000 મળશે. જે વાલીઓને સંતાનમાં એકમાત્ર દીકરી છે તો CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ તેમના માટે બનાવવામાં આવી છે.

આનો લાભ લેવા માટે CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ શિષ્યવૃત્તિ પાત્રતા માપદંડની શરતોનું પાલન કરવું જરૂરી છે. આ શિષ્યવૃત્તિ વાલીઓને શાળાના ફી ભરવામાં મદદરૂપ થઇ શકે છે. આ શિષ્યવૃત્તિ CBSE સાથે સંલગ્ન વિદેશી શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે પણ ઉપયોગી થઈ શકે છે.

કોને મળશે શિષ્યવૃત્તિ | આ રહ્યા CBSEના માપદંડ
▶️ આ શિષ્યવૃત્તિ તે વિદ્યાર્થિનીઓ માટે છે જેઓ તેમના માતા-પિતાના એકમાત્ર સંતાન છે.
▶️ CBSE ધો.10ની પરીક્ષામાં ઓછામાં ઓછા 60% માર્ક્સ મેળવવા જરૂરી છે.
▶️ વિદ્યાર્થિની હાલમાં CBSE શાળામાં ધો.11 કે 12માં અભ્યાસ કરતા હોવો જોઈએ.
▶️ શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાની ટ્યૂશન ફી દર મહિને રૂ.1,500થી વધુ ન હોવી જોઈએ.
▶️ આગામી બે વર્ષ માટે ટ્યૂશન ફીમાં મહત્તમ 10 ટકા વાર્ષિક વધારો મંજૂર કરવામાં આવ્યો છે.
▶️ વિદેશમાં સ્થિત શાળાઓ માટે ટ્યૂશન ફીની મર્યાદા દર મહિને રૂ.6,000 છે.
▶️ આ શિષ્યવૃત્તિ યોજના ફક્ત ભારતીય વિદ્યાર્થિનીઓ માટે જ છે.

વાલીઓ આવી રીતે અરજી કરી શકાશે.
👉 સૌ પ્રથમ CBSEની સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર જવું પડશે.
👉 હવે હોમ પેજ પર ઉપલબ્ધ શિષ્યવૃત્તિ લિંક પર ક્લિક કરો.
👉 પૂછવામાં આવેલી તમામ વિગતો ભરો.
👉 ફોર્મ ભર્યા પછી, તેને એકવાર સારી રીતે તપાસો.
👉 ભરેલ અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ લો અને તેને રાખો.

CBSE શિષ્યવૃત્તિમાં વિદ્યાર્થિનીને શું મળશે?

CBSE સિંગલ ગર્લ ચાઈલ્ડ સ્કોલરશિપ માટે અરજી કરનાર દરેક વિદ્યાર્થિનીને દર મહિને રૂ.500 આપવામાં આવે છે. અરજદારોએ તેમની બેંક વિગતો (જેમ કે બેંકનું નામ, એકાઉન્ટ નંબર, RTGS, NEFT, IFSC કોડ અને બેંક સરનામું) યોગ્ય રીતે તપાસીને ફોર્મ ભરવાનું રહેશે. આ સિવાય તમામ અરજીઓ પર અરજદારોની સહી પણ હોવી જોઈએ. જો અરજદારની સહી ન હોય, તો અરજીપત્ર નામંજૂર કરવામાં આવશે. જો કોઈ ભૂલ હશે, તો તેને સુધારવાની કોઈ તક રહેશે નહીં.

આ સમાચારને શેર કરો