Placeholder canvas

વાંકાનેર: લક્ષ્મીપરમા 10 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત બે ઝડપાયા

વાંકાનેર : શહેરના લક્ષ્મીપરા વિસ્તારમાં દરોડો પાડી 10 કિલોગ્રામ ગાંજા સાથે એક મહિલા અને એક પુરુષને ઝડપી લઈ ગાંજો સપ્લાય કરનાર છ શખ્સોના નામ ખોલાવી ગાંજા વેચાણનું નેટવર્ક ખુલ્લું પાડી કુલ 1,18,200નો મુદામાલ કબ્જે કરી એનડીપીએસ એકટ મુજબ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરાવ્યો છે.

એસઓજી એ વાંકાનેરના લક્ષ્મીપરા વિસ્તારમાં ગાંજાનું વેચાણ થતું હોવાની સચોટ બાતમીને આધારે દરોડો પાડવામાં આવતા જુબેદાબેન ઉર્ફે જુબીબેન હનીફભાઇ માડકીયા, ઉ.60 અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા, ઉ.31 અને અલીમામદભાઇ હનીફભાઇ માડકીયાના કબ્જા ભોગવટા વાળા મકાનમાંથી રૂપિયા એક લાખની કિંમતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. દરોડા દરમિયાન જુબીબેન હનીફભાઇ માડકીયા અને ગુલાબનબી ઉર્ફે લાલો નુરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ મકવાણા હાજર મળી આવતા પોલીસે બન્નેને ઝડપી લીધા હતા જ્યારે અલીમામદભાઇ હનીફભાઇ માડકીયા હાજર મળી આવ્યો ન હતો.

વધુમાં બન્ને આરોપીઓની પૂછપરછમાં ગાંજાનો આ જથ્થો ઇરફાન નુરમામદ મકવાણા અને નુરમામદ હાજીભાઇ મકવાણા, રહે. વાંકાનેર લક્ષ્‍મીપરા શેરી નંબર – 3 વાળાની મદદથી વેચાણ કરતા હોવાનું અને આ ગાંજો સુરેન્દ્રનગરના અબ્દુલ યુસુફભાઇ સૈયદ પાસેથી મેળવ્યો હોવાની આરોપીઓએ કબૂલાત આપતા એસઓજી ટીમે તમામ છ આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં એન.ડી.પી.એસ.એકટની કલમ ૮(સી),૨૦ (બી) ,૨૯ મુજબ ગુન્હો નોંધાવી આરોપીઓ પાસેથી એક લાખની કિંમતનો દસ કિલો ગાંજો, રોકડા રૂપીયા 15,500, ઇલેકટ્રીક વજન કાંટો કિંમત રૂપિયા 200 અને બે મોબાઈલ ફોન કિંમત રૂપિયા 2500 સહિત કુલ રૂપિયા 1,18,200નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ સમાચારને શેર કરો