વાંકાનેરના માર્કેટચોકમાં જુગાર રમતા 5 ઝડપાયા,1 ફરાર


વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે બપોરના સમયે શહેરના માર્કેટચોકમાં ટાઉનહોલના ખુલ્લા પટ્ટમાં જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી (૧) સંદીપભાઇ અંબારામભાઇ માંડાણી, રહે.ભાટીયા સોસાયટી (૨) હાર્દ સતીષચંન્દ્ર ઓઝા, રહે. રામચોક (૩) આકાશ સતીષચંન્દ્ર ઓઝા, રહે. રામચોક (૪) સલીમભાઇ દાઉદભાઇ વળગામા, રહે.સીટી સ્ટેશન રોડ અને (૫) મનિષભાઇ જગદિશભાઇ ભાટ્ટી, રહે.વીશીપરા, વાંકાનેર વાળાઓને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રૂ. 1870 રોકડા કબ્જે કર્યા હતા. દરોડા દરમિયાન આરોપી મુકેશ નાજાભાઇ ગોહેલ, રહે.ભરવાડપરા વાંકાનેર વાળો નાસી જતા તમામ છ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુન્હો નોંધ્યો હતો.

