વાંકાનેર:એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલયમાં તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
વાંકાનેર: શ્રીમતી એલ.કે.સંઘવી ઉ.મા. કન્યા વિદ્યાલય – વાંકાનેર બી આર સી ભવન દ્વારા આયોજીત તાલુકા કક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો તાલુકાના આ કેરીયર કાઉન્સિલિંગ અને ગાઇડલાઇન્સ સેમિનાર માં ખાસ બી આર સી ભવનમાં થી બી આર સી મયુરસિંહ ભાઈ , સી.આર.સી ઈકબાલભાઈ શેરસીયા, SSA કચેરીમાંથી મુકેશભાઈ ડાભી તેમજ મોરબી રોજગાર કચેરીમાંથી ચતુરભાઈ વરાણીયા ઉપસ્થિત રહેલ હતા.
કાર્યક્રમની શરૂઆતમાં રોજગાર કચેરીના કેરીયર કાઉન્સેલર ચતુરભાઈ વરાણીયા દ્વારા ધોરણ 9 થી 12 ની વિદ્યાર્થીની બહેનોને પોતાના કૌશલ્યને અનુરૂપ તે ક્યા ક્ષેત્રમાં આગળ વધી શકે તેના વિશે સમજાવેલ હતું. વિદ્યાર્થીની બહેનો પોતાની સ્કીલ થી પણ કઈ રીતે બિઝનેસ વુમન બની શકે તે માટે માહિતગાર કરેલ . SSA ના મુકેશભાઈ ડાભી દ્વારા વિદ્યાર્થીની બહેનોને કારકિર્દી લગતી વિશેષ માહિતી જેવી કે સ્કીલ એજ્યુકેશનનું મહત્વ સરકારના ધ્યેય અને કેરીયર પોર્ટલના ઓનલાઈન અભ્યાસક્રમ અને સર્ટી ફિકેટ કોર્ષનું માર્ગદર્શન આપેલ કાર્યક્રમ અંતર્ગત બી આર સી કોર્ડીનેટર મયુરસિંહ ઝાલા દ્વારા વિદ્યાર્થીની બહેનોને આ સુવર્ણતક ઝડપીને પોતાનું કર્તવ્ય સારી રીતે બજાવી આગળ વધવા સમજાવ્યું તેમજ D.O O એ વિશિષ્ટ કારર્કિદી ના માર્ગદર્શન હેઠળ 16 જેટલી જગ્યાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુરૂપ લાઈબ્રેરી નાના અંતરિયાળ ગામમાં શરૂ થવાની છે તેનો પણ લાભ લેવા જણાવ્યું હતું તેમજ રાજકોટના તેજ તારા ફાઉન્ડેશનમાંથી પધારેલ દર્શનાબેન દોમડીયા દ્વારા કારર્કિદી એટલે શું અને તે માટેની યોગ્ય તકો અને માપદંડો સમજાવ્યા હતા.
આ કાર્યક્રમમાં બી આર સી ભવન વાંકાનેર દ્વારા ધોરણ 9 થી 12 ની તમામ વિદ્યાર્થીની બહેનોને સ્ટેશરી કીટ તેમજ નાસ્તો આપવામાં આવેલ અને કાર્યક્રમના અંતે શાળાના પ્રધાનાચાર્ય દર્શનાબેન જાની દ્વારા કારકિર્દીના સેમિનાર માટે તેમજ વિદ્યાર્થીની બહેનોને મળેલા તજજ્ઞનોના શ્રેષ્ઠ માર્ગદર્શન બદલ દરેક શ્રેષ્ઠીઓનો અંતરથી આભાર વ્યક્ત કર્યો હતો.

