ચાલુ કારે મોતના કુવા જેવા સ્ટંટ કરનારને ઝડપી લેતી વાંકાનેર તાલુકા પોલીસ

વાંકાનેર : સોશિયલ મીડિયામાં ફેમસ થવા અવાર નવાર બાઈક ઉપર અવનવા કરતબો કરી અન્યની જિંદગી જોખમમાં નાખતા શખ્સોને પોલીસ પકડી રહી હોવા છતાં આવા અક્કલના ઓથમી જેવા અળવીતરા તત્વો સુધરતા નથી ત્યારે વાંકાનેરના ઢુંવા નજીક એક શખ્સ ચાલુ કારનો દરવાજો ખોલી છત ઉપર ચડી ખેલ કરતો હોય વાંકાનેર પોલીસે ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.
વાંકાનેર – મોરબી હાઇવે ઉપર આવેલ ઢુંવા નજીક જીજે -01 – આરએલ – 1254 નંબરની કારમાં આરોપી મયુરસિંહ ઉર્ફે નાગરાજ હરેશભાઇ અસવાર ઉ.26 રહે.જુના ઢુંવા નામના શખ્સે પોતાની ડિઝાયર કારનો દરવાજો ખોલી ચાલુ કારે કારની છત ઉપર ચડી અન્યોની જિંદગી જોખમમાં મુકતા પોલીસે ડ્રાઇવિંગ લાયસન્સ વગર કાર ચલાવી જોખમી સ્ટંટ કરનાર આ શખ્સને એક લાખની કાર સાથે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
