પોલીસને ચકમો આપી નાસવા જતા કારનો પીછો કરી પકડી પડાઈ: દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ રૂ.5.95 લાખનો મુદ્દામાલ જપ્ત
વાંકાનેર (મોરબી અપડેટ) : વાંકાનેર તાલુકા પોલીસે મહીકા ગામ નજીક હાઇવે પરથી પસાર થતી એક સફેદ કારમાંથી 950 લિટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કાર ચાલકની ધરપકડ કરી દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.5.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ તથા સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મહીકા ગામ પાસે પહોંચતા કોન્સ્ટેબલ શક્તિસિંહ પરમારને બાતમી મળી હતી કે સફેદ કલરની GJ-07-DA-8030 નંબરની કારમાં દેશી દારૂ ભરીને વાંકાનેર બાઉન્ડ્રી તરફથી આવી રહી છે અને વાંકાનેર ગામ તરફ જવાની છે.
આ બાતમીના આધારે પોલીસે મહીકા ગામ પાસે વોચ ગોઠવી હતી. બાતમીવાળી કાર આવતા પોલીસે ચાલકને ઉભી રાખવા હાથનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઉભી રાખ્યા વગર નાસવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે કારનો પીછો કર્યો હતો.
મહીકા ગામના પુલ પાસે પોલીસે ખાનગી વાહનથી કોર્ડન કરી કારને ઉભી રખાવી હતી. ત્યારબાદ કારની તલાશી લેતા તેમાંથી રૂ.1,90,000ની કિંમતનો 950 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે કાર ચાલક તરીકે **રફિક ઉર્ફે રફલો હબિબભાઇ વિકીયાણી (ઉ.વ.37, રહે. ચંદ્રપુર, તા.વાંકાનેર)**ની ધરપકડ કરી છે.
પોલીસે આરોપી પાસેથી રૂ.1,90,000નો દેશી દારૂ, રૂ.4,00,000ની કાર અને રૂ.5,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ.5,95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીની પૂછપરછ દરમિયાન દારૂનો જથ્થો કોણે મોકલ્યો હતો અને આ દારૂ ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ કામગીરીમાં પીઆઇ બી.વી. પટેલની સાથે સર્વેલન્સ ટીમના ક્રિપાલસિંહ ચાવડા, રામભાઇ મંઢ, સતીષભાઇ કમોયા, દિનેશભાઇ બાવળીયા, ધર્મેન્દ્રભાઈ રાંકજા, બ્રીજેશભાઇ બોરીચા, સાંમતભાઇ છુછીયા, રાજેશભાઈ પલાણી અને અશ્વિનભાઈ રંગાણી જોડાયા હતા.
📲 કપ્તાન ન્યૂઝ સાથે જોડાયેલા રહો
જો આપ મોરબી અને રાજકોટ જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રના મહત્વના અને તાજા સમાચાર જાણવા માંગતા હો, તો નીચેની લિંક પર ક્લિક કરીને કપ્તાન ન્યૂઝના WhatsApp ગ્રુપમાં જોડાઓ.
👉 WhatsApp ગ્રુપમાં જોડાવા માટે:
https://chat.whatsapp.com/6abGhd7Z16iCMPjNWACcKg?s=cl&p=a&mlu=0
આ ઉપરાંત Facebook, Instagram, X અને YouTube પર @kaptaannews — કપ્તાન ન્યૂઝને Like, Follow અને Subscribe કરવાનું ભૂલશો નહીં.
