મોરબી

મોરબી: રવાપર-ઘુનડા રોડ પર કાર પાણીમાં ખાબકી, ચાલકનો આબાદ બચાવ

મોરબી: મોરબીના રવાપર-ઘુનડા રોડ પર ગત મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા પાણીમાં ખાબકી હતી. જોકે, સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો.

મળતી વિગતો મુજબ, આ બનાવ રવાપર-ઘુનડા રોડ પર આવેલ સરસ્વતી ફાર્મની બાજુમાં બન્યો હતો. દીક્ષિત પટેલ નામના કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક તેમણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં પાણી ભરેલી જગ્યામાં ઉતરી ગઈ હતી.
કાર પાણીમાં ખાબકતા જ ચાલક દીક્ષિત પટેલે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક કારનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા, જેથી તેઓનો આબાદ બચાવ થયો હતો.

આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર અને 112 ની ટીમે કાર ચાલક સાથે વાતચીત કરી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો