વાંકાનેર

વાંકાનેરના વઘાસિયા ટોલનાકે બેરીગેટ તોડી કાર ચાલકે ટોલકર્મીને ફડાકા ઝીકયા

વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે પર આવેલ વઘાસિયા ટોલનાકા ખાતે અઠવાડિયા પૂર્વે કાર લઈને આવેલા વઘાસિયા ગામના આરોપીએ પોતાની કારનો ટોલટેક્સ નહિ ભરી ટોલનાકાનું બૂમ બેરીયર તોડી નાખી ટોલનાકાના કર્મચારીને ફડાકા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર વઘાસિયા ટોલનાકા ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા ફરિયાદી મુકેશ નિર્ભયકુમાર સુધાંશુએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.8 એપ્રિલના રોજ ટોલ પ્લાઝા ખાતે જીજે – 10 – ટીવાય – 0847 નંબરની કાર લઈને નીકળેલા આરોપી સંજયસિંહ ઝાલા રહે.વઘાસિયા વાળો નીકળ્યો હતો અને ટોલ ચૂકવ્યા વગર જ બૂમ બેરીકેટ તોડી નાખતા ટોલ કર્મચારીઓએ કારને રોકી હતી.જેથી ઉશ્કેરાઈ ગયેલ આરોપી સંજયસિંહે ટોલકર્મીઓને ફડાકા ઝીકી દઈ જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે હાલ વાંકાનેર પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો