વાંકાનેર

વાંકાનેર: ચોટીલા દર્શને જતી કારનું બાઉન્ટ્રી પાસે ટ્રક સાથે થયું અકસ્માત.

વાંકાનેરમાં બાઉન્ટ્રી પાસે ચોટીલા દર્શને જતી રાજકોટની કાર સાથે ટ્રક અથડાયો હતો. જેને પગલે કારમાં નુકસાન પહોંચ્યું હતું. આ મામલે કાર ચાલકે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

રાજકોટના આનંદનગરમાં રહેતા સાવનભાઇ ધીરજલાલભાઇ કોટકે ટ્રક ચાલક નીજામુદીન મજીદમીયા શાહમદાર વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૧૪ ના રોજ તેઓ પોતાની ગાડી ઇટીઓસ ટોયેટો જી.જે ૦૧ ડી વાય ૨૫૭૬ લઈને સાંજના પાંચેક વાગ્યાની આસપાસ રાજકોટ થી ચોટીલા દર્શન માટે નીકળેલ હતા અને આશરે 6 વાગ્યાની આસપાસ વાંકાનેર બાઉન્ટ્રી પાસે આવેલ પુલ પાસે આઇ.ઓ.સી ના પંપ સામે પહોચતા આગળ બીજી ગાડી જતી હોય જે માટે તેમણે બ્રેક લગાવતા પાછળથી પુરઝડપે આવતો ટ્રક ગાડીના પાછળના ભાગે અથડાયો હતો. તે ટાટા કંપનીનો ટ્રક હતો અને તેના ૨જી નંબર જી.જે ૧૦ ટી.એક્સ ૯૧૬૯ વાળો હતા. તેમની ગાડીના પાછળના ભાગે ડ્રાઇવર સાઇડે ટ્રક અથડાતા ગાડીનો પાછળના ભાગે બમ્પર તથા લાઇટ પાછળની બોડીના ભાગે નુકશાન થયું હતું. જયારે સાવનભાઇને કોઇ ઈજા થઈ ન હતી. જે મામલે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો