Placeholder canvas

ભાવનગર માતાજીના દર્શન કરી પરત ફરતા કાર પલટી જતા મહિલાનું મોત, 5 ને ઇજા…

ભાવનગર માતાજીનાં દર્શન કરી નવસારી પરત ફરી રહેલા પરિવારને અકસ્માત નડયો હતો. કારનાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર પલ્ટી જતા અકસ્માત સર્જાયોે હતો.જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું .જ્યારે એક યુવતી, ચાર પુરુષ ઈજાગ્રસ્ત થતાં ૧૦૮ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

મળેલી માહિતી મુજબ,નવસારીનો પરિવાર ભાવનગર માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે વટામણ તરફથી પૂરઝડપે હાઈવે પર જઈ રહેલી કારમાં એક મહિલા,એક યુવતી, ચાર પુરુષ સહિત છ લોકો સવાર હતા. જે તારાપુર ચોકડી નજીક ગુરુકૃપા હોટલ પાસે કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર હાઈવેની ધાર પરના માં ખડા પડી ઉછલી હોટલ નજીક પલ્ટી મારી ઊંધી પડી ગઈ હતી.

કારમાં સવાર મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.જ્યારે એક યુવતી અને ચાર પુરુષને શરીરે ઇજાઓ થતા સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્તો સહિત મહિલાને ઊંધી પડેલી કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તથા ૧૦૮ ને તથા પોલીસને જાણ કરવામાં આવી હતી.તાબડતોબ તારાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે કરમસદ મેડિકલ ખાતે ખસેડાયા હતા.

આ સમાચારને શેર કરો