કારચાલકે સ્ટેરિંગ પર કાબુ ગમાવતા થયો અકસ્માત: 3 લોકોના ઘટનાસ્થળે જ મોત, 2 ઇજાગ્રસ્ત
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓમાં દરરોજ વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ જામનગરમાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જામનગરના લતીપર ગામ પાસે આ ઘટના ઘટી હતી. જેમાં કાર ચાલુ કે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ કારમાં પાંચ વ્યક્તિ સવાર હતા. જેમાં ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. આ ઘટનામાં રીસી ચભાડીયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, વિવેક પરમારનું મોત નિપજ્યું છે.
હાલ જામનગર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે અકસ્માત કેવી રીતે સર્જાયો તે સામે આવી શક્યું નથી. પરંતુ આ ડ્રાઇવરની બેદરકારીના કારણે આ ઘટના ઘટી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

