વાંકાનેર:સરકારી હોસ્પીટલમાં આવતી કાલે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ…

સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પનો વાંકાનેર લની જાહેર જનતાને કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પનો લાભ લેવો

GCRI અમદાવાદ અને જનરલ સરકારી હોસ્પીટલ વાંકાનેર દ્રારા તારીખ ૧૯/૯/૨૦૨૪ ના રોજ સવારના ૧૦.૦૦ કલાક થી બપોરના ૧.૦૦ કલાક સુઘી કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પનું આયોજન અમદાવાદ GCRI અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના સહયોગથી કરવામાં આવેલ છે.

આ કેમ્પમાં સ્ત્રીઓને લગતા સ્તન. ગર્ભાશય કેન્સરના નિષ્ણાંત અને મોઢાના કેન્સર રોગના નિષ્ણાંત ડોકટરો હાજર રહી દર્દીઓને વિના મુલ્યે તપાસ કરી આપવામાં આવશે. વાંકાનેરની જાહેર જનતાને કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પનો લાભ લેવા સરકારી હોસ્પીટલના અધિક્ષકશ્રી તેમજ તાલુકા હેલ્થ ઓફીસરે અપીલ કરેલ છે.

આ સમાચારને શેર કરો