વાંકાનેર

વાંકાનેર:સરકારી હોસ્પીટલ ખાતે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ યોજાયો.

વાંકાનેર: GCRI અમદાવાદ અને સૈારાષ્ટ્ર કેર રાજકોટ ના સહયોગથી જનરલ સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ કેમ્પમાં કુલ 196 લાભાર્થીઓએ લાભ લીઘેલ જેમાંથી સ્ત્રીઓને લગતા સ્તન. ગર્ભાશય કેન્સરના નિષ્ણાંત દ્રારા. 78 .અને મોઢાના કેન્સર રોગના નિષ્ણાંત ડોકટરો દ્રારા 118. દર્દીઓને તપાસવામાં આવેલ. જેઓમાંથી સ્તન. ગર્ભાશય કેન્સરના સંકાસ્પદ 25 દર્દીઓને અને મોઢાના કેન્સરના 7 દર્દીઓ મળી કુલ ૩૨ દર્દીઓને વઘુ સારવાર માટે રીફર કરવામાં આવેલ છે.
કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ડી.બી. મહેતા હાજર રહેલ

આ કેમ્પને સફળ બનાવવા તાલુકા હેલ્થ ઓફીસર ડો. આરીફ શેરસીયા સરકારી હોસ્પીટલના અધિક્ષક, ડોકટર તેમજ તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર નો અને સરકારી હોસ્પીટલના સ્ટાફે જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવેલ હતો.

આ સમાચારને શેર કરો