આરોગ્યવાંકાનેર

વાંકાનેર: સરકારી હોસ્પીટલ ખાતે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ

વાંકાનેર: જીલ્લા વિકાસ અધિકારી મોરબીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની સુચના મુજબ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર અને સબડિસ્ટ્રીક હોસ્પીટલ વાંકાનેરના સહયોગથી તારીખ ૩૦/૯/૨૦૨૫ ના રોજ સવારના ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુઘી વિવિઘ પ્રકારના કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં GCRI અમદાવાદ અને સૌરાષ્ટ્ર કેન્સર કેર રાજકોટના અનુંભવી ડોકટરો આ કેમ્પમાં સેવાઓ આપશે.

આ કેમ્પ જનરલ સરકારી હોસ્પીટલ વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે.
આ કેમ્પમાં સ્ત્રીઓને લગતા સ્તન, ગર્ભાશય કેન્સરના નિષ્ણાંત અને મોઢાના કેન્સર રોગના નિષ્ણાંત ડોકટરો હાજર રહી દર્દીઓને વિના મુલ્યે તપાસ કરી આપવામાં આવશે. વાંકાનેરની જાહેર જનતાને કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પનો લાભ લેવા સરકારી હોસ્પીટલના અધિક્ષક તેમજ તાલુકા હેલ્થ ઓફીસરે અપીલ કરેલ છે.

આ સમાચારને શેર કરો