Placeholder canvas

આજે વિશ્વ કેન્સર દિન: ચાલો વ્યસન બંધ કરીએ

દર વર્ષે કેન્સરને લીધે વિશ્વમાં 10 મિલિયનથી પણ વધારે લોકો મૃત્યુ પામે છે.

દર વર્ષે કેન્સર ને લીધે વિશ્વ માં 10 મિલિયન થી પણ વધારે લોકો મૃત્યુ પામે છે.જેમાં ફેફસા અને શ્વાસનળી ના કેન્સર થી સૌથી વધારે મૃત્યુ દર છે.કેન્સર અંગે એવી ગેરમાન્યતા છે કે કેન્સર એટલે કેન્સલ પરંતુ એવું નથી સમયસર નિદાન અને સારવાર થી જીવન બચી શકે છે.

યુઆઇસીસી દ્વારા વર્ષ 2000 માં 4 ફેબ્રુઆરી ના દિવસે પેરિસ ખાતે આ દિવસ ને વિશ્વ કેન્સર દિવસ તરીકે જાહેર કરવા માં આવ્યો જેનો મુખ્ય હેતુ કેન્સર નું વહેલું નિદાન અને સારવાર અને કેન્સર નું પ્રેવેનશન કરવાનો અને લોકો માં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો છે. વર્ષ 2021 ની થીમ છે આઇ એમ આઇ વીલ ખાસ કરીને સૌરાષ્ટ્ર માં મો તથા ગળા ના કેન્સર ખુબજ જોવા મળે છે જેનું મુખ્ય કારણ પાન. માવા ગુટકા અને બીડી અને સિગારેટ નું સેવન છે.

કેન્સર ના મુખ્ય ચિન્હોમાં મો તથા ગાલોફા.જીભમાં 1 મહિના થી વધારે સમય થી પડેલ ચાંદા માં રૂઝ ના આવવાની.અવાજ માં બદલાવ ઘોઘરો અવાજ. ખોરાક લેવામાં તકલીફ પડવી.ગળા માં ગાંઠ .ગળફામાં લોહી પડવું વિ તકલીફ હોય અને વ્યસન હોય તેવા દર્દીઓ એ ખાસ વહેલી તકે નિદાન કરાવવું જોઈએ.વહેલી તકે વ્યસન બંધ કરવું. મક્કમ નિર્ધાર કરી પોતાનાં અને પોતાના પરિવાર માટે કોઈ પણ પ્રકાર નું વ્યસન બંધ કરવું જઈએ.

કેન્સર અંગે ની ગેરમાન્યતાઓ થી દુર રેહવું અને નિષ્ણાત ડોક્ટર ની સલાહ પ્રમાણે સમયસર સારવાર કરવામાં આવે તો કેન્સર ને હરાવી શકાય છે.તો ચાલો સાથે મળી ને વ્યસન મુક્ત સમાજ નું નિર્માણ કરીએ અને કેન્સર ને હરાવીએ.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Ke52vGZCCES8O1r4wj00gt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો