ટંકારાવાંકાનેર

ટંકારા: ટોળ ગામના ખુરશીદ માથકિયાનું CA Final પરીક્ષામાં ગૌરવભર્યું પરિણામ!

ટંકારા તાલુકાના નાનકડા એવા ટોળ ગામમા આજે ખુશીની લહેર છે… કારણ કે ખેડૂત પરિવારના પુત્ર ખુરશીદ ગનીભાઈ માથકીયાએ CA Final – May 2025 જેવી અઘરી અને સ્પર્ધાત્મક પરીક્ષા સફળતા પૂર્વક પાસ કરી છે.

સંપૂર્ણ પરિણામોમાં પાસ રેટ માત્ર 18.75% હોવા છતાં ખુરશીદભાઈએ આ પડકારને સામનો કરીને ઉજળી સફળતા હાંસલી છે. તેમની આ સિદ્ધિ સમાજના દરેક યુવાઓ માટે પ્રેરણારૂપ છે.

કપ્તાન ન્યુઝ તરફથી ખુરશીદ ગનીભાઈ માથકીયાઆને ખૂબ ખૂબ અભિનંદન સાથે ઉજ્જળ ભવિષ્ય માટે શુભકામનાઓ…

આ સમાચારને શેર કરો