વાંકાનેર

વાલાસણ ગામના દુર્વેશઅલી કડીવારે CAની પરીક્ષા પાસ કરી.

વાંકાનેર: વાલાસણ ગામના યુવક દુર્વેશઅલી ઈસ્માઈલભાઈ કડીવારે ICAI દ્વારા આયોજિત CA Final May 2025 પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી છે. આ પરીક્ષાનું કુલ પાસ પર્સન્ટેજ માત્ર 18.75% હતું, જેમાં દુર્વેશઅલીએ સફળતા મેળવી છે.

દુર્વેશઅલી એક ખેતી આધારિત પરિવારથી આવે છે, તેમના પિતા શાકભાજીનું કામ કરે છે. આ સિદ્ધિ એ બતાવે છે કે સમર્પણ અને સતત પ્રયાસ દ્વારા કોઇ પણ અવરોધ પાર કરી શકાય છે. તેમણે એમના માતાપિતા અને ગામનું ગૌરવ વધારયુ છે.

કપ્તાન ન્યૂઝ તરફ થી દુર્વેશઅલી ને ખુબ ખુબ અભિનંદન આ સિદ્ધિ ગામના યુવાનો માટે એક દિશાસૂચક દીવો બની રહેશે.

આ સમાચારને શેર કરો