અટકળોનો અંત: ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર.પાટીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

અનેક અટકળો પછી ભાજપનાં પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ કોરોના પોઝિટિવ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ભાજપ કાર્યાયલમાં વધુ 6 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ભાજપના અન્ય લોકોના રિપોર્ટ પણ પોઝિટિવ જણાયા હતા. તેમાં બીજેપી પ્રવકતા ભરત પંડ્યા, પ્રદેશ કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાયલ મંત્રી મોના રાવલ, કમલમના ટેલિફોન ઓપરેટર રાકેશ પંડયા, કમલમ પર સફાઈકર્મીઓને લાવનાર ડ્રાયવર અને અન્ય 2 સફાઈ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ શંકાશ્પદ જણાતા તેમને અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમને એન્ટીજન રિપોર્ટ કરાયો હતો જે નેગેટિવ આવ્યો હોવાનું તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું. આ સાથે જ તેમને આરટી પીસીઆર ટેસ્ટ કરાયો હતો જેનો રિપોર્ટ હવે આવી ગયો છે. જેમાં સાફ સાફ દેખાડવામાં આવી રહ્યુ છે કે તેઓ કોરોના પોઝિટિવ છે. જોકે આ પહેલા પણ તેમણે પોતે કોરોના પોઝિટિવ હોવાની વાતને નકારતી ટ્વીટ કરી હતી. પરંતુ એક બીજી ટ્વીટમાં તેમના જ પૂત્રએ તેઓ કોરોના પોઝિટિવ હોવાની વાત કરી હતી. આથી તેમની તબિયતને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. જેના હવે અંત આવી ગયો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/DEu4hGaAFCkKgqPWw0goaT

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •