વાંકાનેર: ત્રણ વાગ્યા સુધીમાં નગરપાલિકાનું 34.98% ચંદ્રપુર તાલુકા પંચાયતનું 44.51 ટકા મતદાન થયું
વાંકાનેર: આજે સવારથી નગરપાલિકા અને ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠકની મધ્યસત્ર ચૂંટણી માટે આજરોજ વહેલી સવારથી જ મતદાન શરૂ થયું છે. આ ચૂંટણીમાં મતદારોમાં ભારે નિરસતા જોવા મળી…
તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર બપોરે 3:00 વાગ્યા સુધીમાં કુલ 3634 પુરૂષ મતદારોમાંથી 1721 મતદારો એટલે કે 47.36% પુરૂષ અને 3584 મહિલા મતદારો માંથી 1492 મતદારો એટલે કે 41.63 % મહિલાઓનું મતદાન થઇ ચુક્યું છે. સરેરાશ 44.51 % મતદાન નોંધાયું છે.
જ્યારે વાંકાનેર નગરપાલિકામાં 11 વાગ્યા સુધીમાં કુલ 11,417 પુરૂષ મતદારોમાંથી 4525 મતદારો એટલે કે 39.63% અને 10,940 મહિલા મતદારો માંથી 3296 મતદારો એટલે કે 30.13 % મહિલાઓનું મતદાન થયુ છે. સરેરાશ 34.98% મતદાન થયું છે.

