વાંકાનેરના વઘાસીયા ટોલનાકે દાદાગીરી, બે કાર ચાલકોએ ટોલટેક્સ નહિ ચૂકવતા છ વિરુદ્ધ ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર – જડેશ્વર રોડ પર ગત તા.14ના રોજ સાંજના સમયે વાંકાનેર : વાંકાનેરના વઘાસિયા ટોલનાકા ખાતે અવાર નવાર દાદાગીરીની બનાવ બને છે ત્યારે ગતરાત્રીના સમયે ક્રેટા અને સ્કોર્પિયો કારમાં આવેલ વઘાસીયા ગામના છ શખ્સોએ અમારી કારને ટોલ ભરવા માટે રોકવી નહિ કહી ટોલનાકા કર્મચારી સાથે મારામારી કરતા આ હિંસક ઘટના અંગે ફરીયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત વિગતો મુજબ બામણબોર – કચ્છ નેશનલ હાઇવે પર આવેલ વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝાના મેનેજર મુકેશકુમાર યાદવે વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી જયરાજસિંહ ઝાલા અને હરદીપ ઉર્ફે હરૂભા ઝાલા, રહે.બન્ને વઘાસીયા અને તેમની સાથે આવેલ અજાણ્યા ચાર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે રાત્રે આરોપીઓ પોતાની GJ-36-AJ-2312 નંબરની ક્રેટા કાર અને GJ-08-BH-0007 નંબરની સ્કોર્પિયો કારમાં આવી ટોલબુથ પર પોતાની ગાડી ન રોકવા બાબતે બોલાચાલી કરી હતી.આરોપીઓએ કર્મચારીઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મૂઢ માર મારી ટોલ ચૂકવ્યા વિના નાસી છૂટ્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


