વાંકાનેરના અમરસર પાસે બોલેરોની ટક્કરે બુલેટ સવારનું મોત

અકસ્મતમાં અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ; બોલેરો ચાલક સામે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

વાંકાનેર: વાંકાનેરના અમરસર-નવાપરા પાસે ગત તા. 22ના રોજ રાત્રિના સમયે બોલેરો ગાડી અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બુલેટ પર સવાર બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા રાયધનભાઈ પરબતભાઈ બાંભવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગત તા. 22ની રાત્રે તેઓ યુસુફભાઈ સાથે બુલેટ પર સવાર થઈને જઈ રહ્યા હતા. તે દરમિયાન અમરસર-નવાપરા પાસે GJ-36-V-4280 નંબરની બોલેરો ગાડીના ચાલકે બુલેટને ટક્કર મારી હતી.

અકસ્મતમાં યુસુફભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે રાયધનભાઈ બાંભવાને મોઢાના જડબા તથા ડાબા પગમાં ફ્રેક્ચર સહિતની ઈજાઓ થઈ હતી.

આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો

Follow Us on