Placeholder canvas

બુલેટ-કારનું જોરદાર અકસ્માત: માસી-ભાણિયા સહિત ત્રણનાં ઘટનાસ્થળે જ મોત, બાળકી ગંભીર.

મોડાસા તાલુકાના રાસલપુર પાસેથી સામે આવી છે. જેમાં કાર ચાલકે સામેથી આવી રહેલા બુલેટને અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં બુલેટ પર સવાર 4 પૈકી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક બાળકી ગંભીર હોવાથી તેને 108 મારફતે હોસ્પિટલ ખસેડાઈ છે.

મોડાસા તાલુકાના રાસુલપુર પાસેની આજે સવારે નવ વાગ્યાના અરસામાં રાસુલપુર ગામના એક વ્યક્તિ પરિવાર સાથે બહાર જવા નીકળ્યા તે સમયે રસુલપુર થી આગળ એક પુરપાટ જડપે આવતી કારના ડ્રાયવરે કાર સામેથી આવતા બુલેટને જોરદાર ટક્કર મારી હતી. જેથી બુલેટ પર સવાર નાના બાળકો સહિત ચાર પૈકી ત્રણના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા અને એક બાળકી ગંભીર ઘાયલ થવાથી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં પોલીસે કાર ચાલક સામે કાર્યવાહીની તજવીજ હાથ ધરી હતી.

અરવલ્લીના મોડાસા-હિંમતનગર હાઈવે પર રસુલપુર નજીક બુલેટ અને કાર વચ્ચે ગોઝારા અકસ્માતની ઘટના બની છે. આ ઘટનામાં માસી અને ભાણિયા સહિત એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે એક બાળકની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. અકસ્માતના પગલે હાઈવે પર લોકોની ભીડ એકઠીં થઈ ગઈ હતી. જેના લીધે રસ્તા પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસને અકસ્માતની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચારને શેર કરો