Placeholder canvas

વાંકાનેર: રમત-રમતમાં વીજ તારને લોખંડનો સળીયો અડી જતા ભાઈ દાજ્યો બહેનનું મોત

વાંકાનેર : વાલાસણ ગામે અરેરાટી જનક ઘટનામાં ખેત શ્રમિકના બાળકોએ વાડીની ઓરડી ઉપર રમત – રમતમાં લોખંડનો સળીયો વીજતારને અડાડી દેતા બન્ને ભાઈ બહેન ગંભીર રીતે દાઝી ગયા હતા, બહેનનું સારવાર દરમિયાન મોત થયું હતું.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે યુનુશભાઇ જીવાભાઇ ભોરણીયાની વાડીએ ખેત મજૂરી કરતા શ્યારામચંદ્ર ખરાડીના પુત્ર અને પુત્રી વાડીની ઓરડી ઉપર રમતા હતા ત્યારે રમત-રમતમાં હાથમાં રહેલ લોખંડનો સળીયો ઇલેવન કેવી હેવી વીજલાઇનને અડાડી દેતા બન્ને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા.

વધુમાં આ બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલ પાયલ શ્યારામચંદ્ર ખરાડીનું મૃત્યુ નીપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો