વાંકાનેર

Breking News: વાંકાનેરની જામસર ચોકડી પાસે વહેલી સવારે કારખાનામાં આગ લાગી…

વાંકાનેર: જામસર ચોકડી પાસે આવેલ એક કારખાનામાં ગત મોડી રાત્રે એટલે કે આજે વહેલી સવારે અચાનક આગ લાગી હતી. ફાયર ફાઈટરને જાણ કરતા વાંકાનેર ફાયર ફાઇટર તાત્કાલિક પહોંચીને આગ બુજાવાની કામગીરી શરૂ કરી હતી.

મળેલી માહિતી મુજબ આજે વહેલી સવારના જામસર ચોકડી પાસે આવેલ કારખાનામાં અચાનક આગ લાગી હતી જેમની વાંકાનેર ફાયર ફાઇટરને જાણ થતા તેઓ તાત્કાલ પહોંચ્યા હતા અને આગ બુજવાની કામગીરી શરૂ કરી હતી. જે સવાર સુધી ચાલુ રહી હતી વધુમાં મળેલી માહિતી મુજબ આગના કારણે કારખાનામાં વેસ્ટપેપર અને સેડમાં ઘણું બધું નુકસાન થયું છે. સદ્નસીબે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. આ લખાય છે ત્યારે આગ કાબુમાં આવી ગઈ છે, હજુ ફાયર ફાઈટર સ્થળ પર જ છે.

આ સમાચારને શેર કરો