skip to content

વાંકાનેર: હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરતો રીક્ષાચાલક ઝડપાયો

મોરબી જિલ્લામાં હથિયાર બંધીના જાહેરનામાની અમલવારી માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી પાસેથી હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કરતો રીક્ષાચાલક ઝડપાયો છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ ઢુવા ચોકડી ખાતે રોડ ઉપર પેટ્રોલિંગમાં હતી.એ સમયે આરોપી પ્રણવભાઇ ગોપાલગીરી ગોસ્વામી પોતાની સી.એન.જી. રીક્ષા નંબર GJ-36-U-7990માંથી પસાર થતા. પોલીસે તેને અટકાવીને રીક્ષાની તલાશી લીધી હતી. જેમાં આશરે સવા ત્રણ ફુટ ની લંબાઇનો એક લાકડાનો ધોકો મળી આવ્યો હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી હતી અને ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સમાચારને શેર કરો