Placeholder canvas

બોલેરોનું ટાયર ફાટતાં પલ્ટી મારી ગઈ: ખીજડિયાના ચાર યુવકો ઘાયલ

રાજકોટ: પડધરી પાસે બોલેરોનું ટાયર ફાટતાં કાર પલ્ટી મારી જતાં દ્વારકથી પદયાત્રીઓની સેવા કરી પરત ફરી રહેલાં રાજકોટના ખીજડિયા ગામના યુવકોને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં.

પદયાત્રીઓની સેવા કરવા માટે દ્વારકા ગયેલા રાજકોટના ખીજડિયા ગામે સાત હનુમાન પાસે રહેતાં અભય નયનભાઈ જાડા (ઉ.વ.13), રોનક શૈલેષભાઈ જાડા (ઉ.વ.20), હિતેષ દિલીપભાઈ મકવાણા (ઉ.વ.14) અને પ્રતીક લાલજીભાઈ બાવલિયા (ઉ.વ.23) સહિતના યુવકો બોલેરો કારમાં પરત ફરતાં હતાં ત્યારે પડધરી પાસે બોલેરોનું ટાયર ફાટતાં કાર પલ્ટી મારી ગઈ હતી. જેમાં સવાર ચારેય યુવકોને શરીરે ગંભીર ઇજા પહોંચતા 108 મારફતે સારવારમાં અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

આ સમાચારને શેર કરો