Placeholder canvas

મિત્રના ચશ્માં લેવા ચાલુ બોલેરોએ ઠેકડો માર્યોને મોત મળ્યું.

કુવાડવાના પીપળીયા રોડ પર રાજવીર ઇન્ડ સ્ટ્રીંઝ પાસે બોલેરોમાં પાછળ બેઠેલો નાગલપરનો યુવક તેની સાથેના મિત્રના ચશ્માર પડી જતાં ચાલું બોલેરોએ યુવાન ઠેકડો મારી ઉતરવા જતાં બે ત્રણ ગોથા ખાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.

મળેલ માહિતી મુજબ, કુવાડવા રોડ સાત હનુમાન પાછળ નાગલપર કલરવ પાર્કમાં રહેતો સાગર લક્ષમણભાઇ બારૈયા (ઉ.વ.25) ગઇકાલે કાકાની પુત્રીને ત્યાં દિકરાનો જન્મ થયાં બાદ તે સવા મહિનાનો થતાં તેને માટેલ પગે લગાડવાની માનતા હોઇ કુટુંબીજનો બોલેરો પીકઅપમાં બેસીને માટેલ ગયા હતાં. સાંજે પાંચેક વાગ્યે બધા પરત આવી રહ્યા હતાં ત્યાતરે પીપળીયા નજીક બોલેરોની પાછળ બેઠેલા લોકોમાંથી એક વ્યક્તિના ચશ્માગ પડી જતાં બોલેરો ચાલકને વાહન ઉભુ રાખવા કહેવાયું હતું. ચાલક બોલેરી ઉભી રાખે એ પહેલા જ સાગરે ચશ્માા લેવા ઠેકડો માર્યો હતો. ત્યાારે વાહન થોડુ ગતિમાં હોવાથી બેલેન્સથ ગુમાવ્યુંત હતું અને સાગર બે ત્રણ ગોથા ખાઇ જતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેનું મોત નિપજ્યું હતું.

મૃતક સાગર એક બહેન અને ત્રણ ભાઇમાં વચેટ હતો અને ફોટોફ્રેમનું કામ કરતો હતો. તેના લગ્ન થયા નહોતાં. બનાવ અંગે જાણ થતાં કુવાડવા રોડ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો