માળિયા પાસે બોલેરો પિકઅપ પલ્ટી મારી જતા પતિ-પત્નીના મોત, 12થી વધુ લોકોને ઈજા…

માળિયા: માળિયામાં બોલેરો પિકઅપ પલટી જતા દંપતીનું મોત થયું છે અને 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થઇ હતી. આ ઘટના અણિયાળી ટોલનાકા નજીક બની હતી. અચાનક બોલોરોએ પલટી મારતા રોડ પર પટકાઈ હતી. અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી કરી હતી.

મળેલ માહિતી મુજબ બોલેરો પિકઅપમાં 15 કરતા વધુ લોકો બેઠા હતા અને ડ્રાઈવરે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બોલેરોએ પલટી મારી હતી, જેમાં 12 કરતા વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા. ગંભીર ઇજાગ્રસ્ત દંપતીને સારવાર મળે તે પહેલા જ તેમના મોત થયા હતા. પોલીસે બોલેરોચાલક સામે ફરિયાદ નોંધીને આસપાસના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ અગે મૃતકનાં જમાઈ બેચરભાઈએ માળીયા પોલીસ મથકે બોલેરો ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

આ સમાચારને શેર કરો