વાંકાનેર

વાંકાનેર: ઢુંવા ગામે જુના ઝઘડામાં ફિલ્મી ઢબે બોલેરોની ટક્કર મારી બાઈક અને ડેલાને નુકશાન…

વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા ઢુંવા ગામે રહેતા મહિલાના સાથે જુના ઝઘડાનો ખાર રાખી આરોપીએ બોલેરો કાર લઈને આવી ઘરના ડેલાને તેમજ બહાર પડેલા બાઇકમાં નુકશાન કરી મહિલાના પુત્રને છરી બતાવી જાનથી પતાવી દેવાની ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મૂળ ભીમગુડા ગામના વતની અને હાલમાં નવા ઢુંવા ગામે રહેતા જીતુબેન અશોકભાઈ સારલા ઉ.45 નામના મહિલાએ ભીમગુડા ગામના અને હાલમાં નવા ઢુંવા ગામે રહેતા આરોપી વિક્રમસિંહ અજીતસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે આરોપી વિક્રમસિંહે તા.18ના રોજ રાત્રીના સમયે જીજે- 36 – ટી – 5492 નંબરની બોલેરો ગાડી લઈને આવી તેમના મકાનના ડેલા સાથે રિવર્સમાં ગાડી લઈને અથડાવવાની સાથે બાઇકમાં નુકશાન કરી તેમના પુત્ર વિજયને છરી બતાવી જાનથી મારી નાખવા ધમકી આપી હતી. વધુમાં આરોપીની હોટલમાં અગાઉ તેમના દેરાણી કામ કરતા હોય તે બાબતે ઝઘડો થયો હોય જુના ઝઘડાના ખારમાં આરોપીએ તમને નવા ઢુંવામાં રહેવા દેવા નથી તેમ કહી હુમલો કર્યાનું જાહેર કરતા પોલીસે આરોપી વિક્રમસિંહ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો